શ્રેષ્ઠ કામગીરી કરવાથી “એવોર્ડ” દ્વારા ૧૦૮ ના ૧૦ કર્મચારીઓને સન્માનિત કરાયા

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કહેર નું રોદ્ર રૂપ રોજેરોજ વધતું જઈ રહ્યું છે, ત્યારે આવા કપરા સમયમાં પણ ૧૦૮ ના કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય રહેલી છે. સતત ખડેપગે સેવા બજાવતા એવા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી એકબીજાને રાખડી બાંધીને કરી હતી અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. 108 ઇમરજન્સી સેવાના 10 જેટલા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર Post Views: 177